હરતા ફરતા વિદ્યામંદિર નો હેતુ :
ગ્રામીણ વિસ્તારો માં, તક વંચિત અને જરૂરિયાતમંદ બાળકોને જીવનલક્ષી સંસ્કાર તથા અક્ષરજ્ઞાન પૂરું પાડવું.
સ્કૂલ નું કાર્ય :
આપણા સમાજ ને શારીરિક અને માનસિક તંદુરસ્તી વાળા યુવાવર્ગ ની તાતી જરૂરિયાત છે. (આપણા પ્રધાનમંત્રી શ્રી માં. નરેન્દ્રભાઈ મોદી પણ મને છે) જો સમાજ ને નૈતિક્તાથી સજ્જ બનાવવો હોય તો કુમળી વયે (૫-૧૦ વર્ષે) ગરીબ બાળકો ને ૪-૬ મહિનાઓ સુધી સંસ્કાર સાથે અક્ષરજ્ઞાન આપીયે તો યુવાવસ્થા માં તે બાળક ખરાબ કાર્યો કરતા પહેલા ક્ષણિક સારો વિચાર કરશે જેથી ભવિષ્ય ના સમાજ ને માનસિક અને તંદુરસ્ત બનાવી શકાશે, તે માટે સંસ્થા એ “એજ્યુકેશન ઓન વહીલ” ની શરૂઆત જાન્યુઆરી ૨૦૨૨ થી કરેલ છે.
આપણી સરકાર દ્વારા દરેક ગામડાઓ માં શિક્ષણ આપવા માટે શાળાઓ છે પણ શિક્ષણ સાથે બાળકો માં સારા સંસ્કાર ના બીજ રોપાય તો સોના માં સુગંધ મળે તેવા શુભ આશય સાથે હરતું ફરતું “અશોક વિદ્યામંદિર” નું આયોજન કરેલ છે. આ બસ એક જગ્યા એ ૨૫-૩૦ બાળકો ને બસ માં બેસાડી ને સોમ થી શુક્રવાર રોજ ૨ કલાક જુદી જુદી રીતે સંસ્કાર અને અક્ષરજ્ઞાન સાથે નાસ્તો-ભોજન આપે છે. બાળકો સમય પૂરો થતા ઘરે જાય અને આ બસ બીજા વિસ્તાર માં બીજા ૨૫-૩૦ બાળકો ને ભણાવે છે. દિવસ દરમ્યાન ૩-૪ જગ્યા એ બસ જાય તો લગભગ ૧૦૦ બાળકો ભણાવી સુસંસ્કારી બનાવી શકીયે.
બસમાં બાળકો ને બેસાડી ને ભણાવવાનું કાર્ય ખુબજ સરસ રીતે ચાલે છે પણ ઘણી જગ્યા એ બસ ઉભી રાખવાની જગ્યા હોતી નથી. એટલે સંસ્થા દ્વારા છેલ્લા ૩ મહિના થી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે, જેમાં “Pop -Up Tent ” માં બેસાડી ને ભણાવી શકાય છે. આ પ્રયોગ પણ ખુબજ સફળ રહ્યો છે. બાળકો ને કુદરતી વાતાવરણ માં ખુબજ સારી રીતે ભણાવી શકાય છે. પહેલાના સમય માં ગુરુકુળ માં પણ આ જ રીતે શિક્ષણ આપવામાં આવતું હતું. બાળકો એ જણાવ્યું કે શાળા માં ચાર દીવાલો ની અંદર બંધ બારણે ભણવા કરતા આ રીતે ભણવાનો આનંદ જ અલગ છે. સંસ્થા દ્વારા નાના નાના છેવાડા ના ગામડાઓમાં જઈ ને આ રીતે Tent માં બેસાડીને અક્ષર જ્ઞાન અને સંસ્કાર આપવાનું હાથ ધરવામાં આવશે. જ્યાં બસ ના જઈ શકે ત્યાં આપણી મારુતિ વાન Tent સાથે આપણે ફેરવી શકીયે તેવી યોજના હાથ ધરવામાં આવશે.
આવા અક્ષરજ્ઞાન અને સંસ્કાર આપવાના કાર્ય માં અમારી સંસ્થા આપ સૌને તન મન અને ધન થી સાથ સહકાર આપવા વિનંતી કરે છે.