વર્ષ ૧૯૯૯ માં મેનોપોઝ હેલ્થક્લબ ની સ્થાપના સાથે ટ્રસ્ટની યાત્રા ની શુભ શરૂઆત થઇ, જેનો હેતુ, મેનોપોઝ અંગેની સમજણ – કુટુંબો અને સમાજ માં ફેલાય તેવો છે. આપણે જાણીયે છીએ કે તે સમયમાં મેનોપોઝ ટેબુ (નિષેધ) ગણાતો હતો, ત્યારે અમારી ટીમે જુદી જુદી જગ્યાઓમાં ફક્ત ગુજરાતમાં જ નહીં, અમેરિકા માં પણ વાર્તાલાપ, ન્યૂઝપેપર્સ, મેગઝીન, રેડિયો તેમજ ટીવી દ્વારા ઘરના દરેક સભ્યો, જુવાન થી મંડી બાળકો, સિનિયર સિટીઝન સુધી અવેરનેસ ની જાગૃતિ આવે તે માટેના પ્રયત્નો કાર્ય છે, જે હાલ માં પણ ચાલુ છે.
દૂરદર્શને “કથા ચાલીસી” સીરીયલ જેમાં તેવી એક્ટર્સ દ્વારા મેનોપોઝની દરેક તકલીફો, જરૂરી તપાસો અને ટ્રીટમેન્ટની સમાજ ડો. કલાબેન શાહ સાથે જનતાને સમજાવી છે.
૨૦૦૭ માં એન્ડ્રોપોઝ (ભાઈઓનો મેનોપોઝ) વિષેની જાણકારી ઉમેરી અને ક્લબને નામ આપ્યું “MidAge Health Club”.
૨૦૧૩ માં મેનોપોઝ અને એન્ડ્રોપોઝની સમજણ ગામડાઓ સુધી પહોંચે માટે એક સાંસ્કૃતિક પ્રોગ્રામ જેમાં ગરબો, નાટક, ભવાઈ અને કવ્વાલી દ્વારા, લોકોની ભાષામાં લોકોને ગળે ઉતરે તેવી રીતે આ સાંસ્કૃતિક પ્રોગ્રામ નું આયોજન કર્યું જે હજુ પણ ઠેર ઠેર આખા દેશ માં ભજવાય છે. આ ક્લબને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા તત્કાલીન માનનીય ગુજરાત ના ગવર્નરશ્રી ઓ.પી. કોહલી સાહેબ દ્વારા, ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી તેમજ ઘણી બધી સંસ્થાઓ દ્વારા પ્રશંસા પ્રાપ્ત થઇ છે. જનતાના સાથ, સહકાર, આશીર્વાદથી ૧૯૯૯ માં મેનોપોઝ વિષે ની સમજણ ના બીજ રોપાયા હતા તેનું આજે વટવૃક્ષ બન્યું છે. તે બદલ જનતા નો ખુબ ખુબ આભાર.
૨૦૨૦ માં કોરોના ની મહામારી સમયે ક્લબ દ્વારા કોરોના વિષેની અવેરનેસ માટે દર અઠવાડિયે ફેસબૂકના માધ્યમથી ડો. કલાબેન તેમજ ટીમ દ્વારા વાર્તાલાપ તેમજ ફ્રી કાઉન્સેલિંગ ફોન દ્વારા કરેલ છે. એ સમયે ઓક્સિજન નું ખુબ અછત હતી ત્યારે ક્લબ દ્વારા ૩ ઓક્સિજન કોન્સનસ્ટ્રેટર, ઓક્સિજન ફ્લો મીટર, ૩ એમ્બ્યુલન્સ ઓક્સિજન બોટલ સાથે વગેરે ઘણી જુદી જુદી સંસ્થાઓને આપ્યાનો સંતોષ મેળવ્યો છે.
હવે અમે અમારી મોટી યાત્રાનું પ્રયાણ ખુબ જ દિલથી, દરેકના સાથ અને સહકાર સાથે “સંસ્કાર” તથા “અક્ષર જ્ઞાન” તેમજ “આરોગ્ય લક્ષી” કામના બીજ રોપી રહ્યા છીએ.
તા. ૨૯ ઓક્ટોબરના શુભ દિવસે અમે “અમ્રિત મંગલ ટ્રસ્ટ” ની સ્થાપના કરી. ટ્રસ્ટનું ઉદ્દઘાટન તત્કાલીન ગુજરાત વિધાનસભા સ્પીકર મા.ડો. નીમાબેન આચાર્ય, મુખ્ય મહેમાન ડો. જગદીશ ભાવસાર (ગુજરાત યુનિ. ઉપકુલપતિ), શ્રી તરુણભાઇ બારોટ (રિટાયર્ડ ડી.વાય.એસ.પી.), શ્રી જયંતીભાઈ સંઘવી (રત્નમણી મેટલ્સ), ડો. નીતિન સુમંતભાઈ શાહ (હાર્ટ ફાઉન્ડેશન) તેમજ બ્રમ્હાકુમારી ડો. કોકિલાબેનના શુભહસ્તે સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદમા કર્યું. તે સમયે મોટી સંખ્યામાં સમાજ અને સંસ્થાઓના અગ્રણીઓ મહેમાનો એ હાજર રહી ટ્રસ્ટને આશીર્વાદ તેમજ સાથ સહકાર આપ્યો તે બદલ ટ્રસ્ટ તેમનો સદા ઋણી રહેશે.