દેશની લગભગ 70 થી 80 ટકા વસ્તી ગામડા અને નાના શહેરોમાં વસવાટ કરે છે. આવા રીમોટ એરિયામાં કે જ્યાં તેમને હેલ્થ વિશેની જાણકારી તેમજ તેના પ્રાથમિક નિદાન નો અભાવ છે.
એના માટે આ સંસ્થા દ્વારા હરતી-ફરતી મેડિકલવાન શરૂ કરવામાં આવી છે. જેમાં વિનામૂલ્યે ડોક્ટર, કમ્પાઉન્ડર, રેગ્યુલર દવાઓ અને વિટામિન્સ ની ગોળીઓ સાથે મેડીકલ વાન દર્દી સુધી જાય.
અને તેમની બીમારી નું નિદાન સમયસર થઈ શકે , નાની તકલીફોની સારવાર થઈ શકે અને તે મોટી બીમારીથી કદાચ બચી શકે. આ હેતુથી સંસ્થા દ્વારા જાન્યુઆરી 2023 થી ડોક્ટરો ઓન વ્હિલ ની સેવા શરૂ કરેલ છે.